Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબી જીલ્લા કરણી સેનાની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, સગર્ભા બહેનોને ફ્રુટ...

મોરબી જીલ્લા કરણી સેનાની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, સગર્ભા બહેનોને ફ્રુટ વિતરણ

મોરબી : આજરોજ મોરબી કરણી સેના જિલ્લા ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમ્યાન કરની સેના ટીમના હોદેદારો દ્વારા સિવિલ હોસ્પીટલમાં ગર્ભવતી બહેનોને ફ્રૂટ પેકેજ વિતરણ કરવામાં આવેલ હતા તેમજ હોસ્પિટલ ગેટ જોડે જે મહારાણી નંદકુવાર બાનું બોર્ડ હતું એ બોડ હોસ્પિટલની દીવાલ બનતા ઢંકાઈ ગયું હતું જેના અનુસંધાને આ બોર્ડ નવું બનાવીને મોરબી સ્ટેટનું બોડ નવું બનાવીને હોસ્પિટલના ગેટે લગાવવા માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડેડને રજૂઆત કરવામાં આવી હતી

આ તકે કરણી સેનામાંથી મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા જિલ્લા ઉપ પ્રમુખ દિગુભા જાડેજા જિલ્લાઉપપ્રમુખ દિગપાલસિંહ રાણા શહેર મંત્રી કનકસિંહ ઝાલા મીડિયા ઇન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા વિરપરડા હાજર રહ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments