Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં પાંચ વર્ષની બાળકી માહીનુર બુખારીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો

મોરબીમાં પાંચ વર્ષની બાળકી માહીનુર બુખારીએ જીવનનો પ્રથમ રોઝો રાખ્યો

(જનક રાજા દ્વારા) હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, મુસ્લિમ બેરાદરો રમજાન માસ દરમિયાન રોઝા રાખી રહ્યા છે અને મસ્જિદમાં વિશેષ નમાજ તરાવીહ પડી રહ્યા છે.અલ્લાહ પાસે દુઆ માંગી રહ્યા છે.

રમઝાન માસ દરમિયાન વહેલી સવારે 05:30 વાગે થી ખાવા પીવાનું બંધ કરીને સાંજે 7:07 વાગ્યા પછી જ ખાઈ પી શકાય છે. આમ 14 કલાક ભૂખ્યા તરસ્યા રહેવાનું એટલે કે રોઝુ ઘણા મોટા લોકો પણ નથી રાખી શકતા ત્યારે એવા પણ બનાવ સામે આવે છે કે નાના નાના બાળકો પણ આખા દિવસનું રોઝુ રાખે છે.

હાલમાં પ્રધાનમંત્રી આવાસમાં રહેતા સદામભાઈ અલીભાઈ બુખારીની પાંચ વર્ષની પુત્રી માહીનુર બુખારીએ રમઝાન માસ પ્રથમ રોજુ રાખીને અલ્લાહની બંદગી ઈબાદત કરી હતી ભૂખ્યા તરસ્યા રહીને પાંચ વર્ષની બાળકી એ આખા દિવસનું રોજો રાખીને અન્ય માટે પ્રેરણાદાયી બનવા પામી છે પોતાના મામા અને મામી સાથે વહેલી સવારે શહેરી કરીને છેક સાંજે ઇફ્તાર કર્યા બાદ જ ખાધું પીધું હતું અને આમ ખૂબ નાની ઉમરે ખુદાને રાજી કરવા આખો દિવસનું રોઝુ રાખ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments