Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારાની છાત્રાએ ઓપરેશનના કલાકો બાદ એમ્બ્યુલન્સમાં આવી બોર્ડનું પેપર આપ્યું

ટંકારાની છાત્રાએ ઓપરેશનના કલાકો બાદ એમ્બ્યુલન્સમાં આવી બોર્ડનું પેપર આપ્યું

(જયેશ ભટાસણા)ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થિની જ્હાનવી બા કિશોરસિંહ ઝાલા કે જેઓ ધોરણ 12 આર્ટ્સ માં અભ્યાસ કરે છે. અને હાલે એચ.એસ.સી બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે સંસ્કૃતનું પેપર હતું. એ પહેલા ગઈ કાલે રાત્રે પેટનો અસહ્ય દુખાવો થતાં ઈમરજન્સી એપેંડીક્ષ નું ઓપરેશન આવ્યું અને પરીવાર પણ બેવડી ચિંતા મા સપડાઈ ગયો ત્યારે રાજકોટ સાર્થક હોસ્પિટલમાં ડો.વિવેક જીવાણી, ડો.અમિત પટેલ, અને ડો. પુનિત ઠોરીયા, અમિત રૂપાલા આ અંગે પરીક્ષા કેન્દ્ર ના શિક્ષણ વિભાગ ને વાત કરી પરમીશન લેવા જણાવ્યું હતું અને શિક્ષકો અને તંત્ર દ્વારા તાત્કાલિક નિયમોનુસાર કાગળ કરી તાકીદે દવાખાનાથી એમ્બ્યુલન્સ દ્વારા પરીક્ષા સ્થળ સુધી લાવ્યા હતા અને પરીક્ષા સ્થળે તેમના માટે અલગ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે. વિદ્યાર્થિની અને તેમના માતાપિતા ના મનોબળ થકી આ શક્ય બન્યું છે જેની શક્તી ને સલામ છે અને શિક્ષકો તથા ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રહી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments