(પરેશ રાજગોર દ્વારા )રંગોનું તહેવાર ધુણેટીના કચ્છ કમલમ ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.પ્રદેશ ભાજપના નેતા સહીત કચ્છ ભરના ભાજપના કાર્યકરોએ એકબીજાને રંગ લગાડી ઉજવણી કરી હતી..દેશ સહીત સરહદી કચ્છ જિલ્લામાં ઠેર ઠેર ધુણેટી પર્વની ઉજવણી કરવાંમાં આવી રહી છે.ધુણેટી નો રંગ રાજકીય પક્ષને પણ લાગ્યો છે.કચ્છ કલમલ ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી તેમજ સાંસદ વિનોદ ચાવડા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદની ઉપસ્થિતિમાં ધુણેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભાજપના કાર્યકરો એકબીજાને રંગ લગાડી શુભેછાઓ પાઠવી હતી.સાંસદ વિનોદ ચાવડાએ તમામ પ્રજાજનો ને હોળી અને ધુળેટીની શુભેછાઓ પાઠવી હતી.










