Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક હોટેલમાં કંપનીની કોન્ફરન્સ ચાલતી હતી અને આગ લાગતા નાસભાગ મચી

મોરબી નજીક હોટેલમાં કંપનીની કોન્ફરન્સ ચાલતી હતી અને આગ લાગતા નાસભાગ મચી

શિવ હોટેલમાં આગ લાગી

મોરબી નજીક આવેલ હોટેલમાં કંપનીની કોન્ફરન્સ ચાલતી હોય ત્યારે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયરની ટીમ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો

મોરબીના માંડલ રોડ પર આવેલ શિવ હોટલમાં આગ લાગી હતી આગ લાગી તે સમયે શિવ એન્ટરપ્રાઈઝ નામની એક્સપોર્ટ કંપનીની કોન્ફરન્સ ચાલી રહી હતી અને ૪૦ જેટલા કર્મચારીઓ કોન્ફરન્સ હોલમાં હાજર હતા ત્યારે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી આગ લાગતા કંપનીના તમામ ૪૦ કર્મચારીઓ હોટેલ બહાર નીકળી ગયા હતા જેથી જાનહાની ટળી હતી

જોકે કર્મચારીઓના મોબાઈલ અને લેપટોપ અંદર જ રહી ગયા હતા જે આગની ઘટનામાં મોબાઈલ અને લેપટોપ સળગી ગયા હતા જેથી નુકશાન થવા પામ્યું હતું આગ લાગતા મોરબી ફાયરની એક ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો હોટેલના એસીમાં શોર્ટસર્કીટને કારણે આગ લાગી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જેથી હોટેલ સંચાલક અને ફાયર ટીમે રાહતનો શ્વાસ લીધો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments