Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર હાઈવે પર બેખોફ જન્મદિવસની ઉજવણી કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

વાંકાનેર હાઈવે પર બેખોફ જન્મદિવસની ઉજવણી કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

વાંકાનેર અમદાવાદ હાઈવે પર ફટાકડા ફોડીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી બર્થ ડેની ઉજવણી કરનાર શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી ચાર શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે

વાંકાનેર અમદાવાદ હાઈવે પર ગાડી પર કેક રાખી બેફામ થઈને ઉજવણી કરી હતી તો અવરાતાત્વોની જેમ હાથમાં ફટાકડા લઈને રોડ પર ભયનું વાતાવરણ ફેલાય તે રીતે ફોડવામાં આવ્યા હોવાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયો હતો જો કે વિડીયો સોસીયલ મીડિયામાં વાઈરલ થયા બાદ મીડિયાના માધ્યમથી બનાવ અંગે પોલીસને જાણ થઇ હતી અને કાર્યવાહી શરુ કરી તપાસ દરમિયાન જાહેરમાં બર્થ ડે નું ઉજવણી કરી ભયનો માહોલ ઉભો કરનાર બુરહાનુંદિન તૈયબઅલી  મલકાની, હુશેન ઉર્ફે બાજી સબીરભાઈ હાથી, અમીરભાઇ મુસ્તાકભાઈ તાજાણી અને અજીજભાઈ મુસ્તુંભાઈ સરાવાલાને પોલીસે ઝડપી પાડી ફોર્ચ્યુંનાર કાર જીજે ૦૩ એમએચ ૫૩૦૦ કીમત રૂ.૩,૫૦,૦૦૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ વી ઘેલા, નારણભાઈ લાવડીયા, યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, રવિભાઈ લાવડીયા, માલાભાઈ ગાંગીયા અને ધર્મરાજભાઈ ગઢવી સહિતની ટીમે કરેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments