Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર મહીસાગર જીલ્લામાંથી ઝડપાયો

વાંકાનેર તાલુકામાંથી સગીરાનું અપહરણ કરનાર મહીસાગર જીલ્લામાંથી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથક હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે અપહરણના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે તપાસ ચલાવતા આરોપીને મહીસાગર જીલ્લામાંથી ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે

મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર તાલુકા હદ વિસ્તારમાં કારખાનામાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયેલ આરોપી રાજુ નવાભાઇ મસાર હાલ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના બેડવલ્લી ગામના ચાર રસ્તા ખાતે હોવાની બાતમીને આધારે ટીમને રવાના કરી હતી

મહીસાગર જીલ્લાના બેડવલ્લી ગામના ચાર રસ્તા પાસેથી આરોપી રાજુ નવાભાઇ મસાર (ઉ.વ.૨૧) રહે અરવલ્લી જીલ્લા વાળાને ઝડપી લઈને વાંકાનેર તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે તેમજ ભોગ બનનારને શોધી કાઢી પોલીસ મથકને સોપવામાં આવી છે

જે કામગીરીમાં AHTU પીઆઈ એન એ વસાવા, નંદલાલ વરમોરા, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા, કૌશિકભાઈ મણવર, અશોકસિંહ ચુડાસમા, ફૂલીબેનઠાકોર સહિતની ટીમ જોડાયેલ હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments