Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા(મી.) રાજપુત કરણી સેનાની રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ

માળીયા(મી.) રાજપુત કરણી સેનાની રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ

મોરબી : કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે જિલ્લાના માળીયા મીયાણા તાલુકા રાજપુત કરણી સેના પ્રમુખ દ્વારા તાલુકા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રાજપૂત કરણી સેનાએ એવી માગણી કરી છે કે, રાજકોટ લોકસભા મતવિસ્તારનાં ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ તાત્કાલિક અસરથી રદ કરાવવા અને તે બાબતે લગત તમામ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા તેમજ ચુંટણી પંચ સમક્ષ પણ તેઓ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવે.

પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસો પહેલા ક્ષત્રિયો વિશે આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજ નારાજ છે અને એવી માગણી કરી છે કે, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. જોકે, રૂપાલાએ તેમના આ નિવદન બદલ માફી માંગી લીધી છે અને કહ્યુ છે કે, આ વિષય અહીં પુરો થાય છે પણ રાજપૂત સમાજ દ્વારા હજુ તેમનો વિરોધ યથાવત છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments