Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટ્રાફિક પોલીસે પૈસા અને ડોક્યુમેન્ટથી ભરેલું પાકિટ મૂળ માલિકને શોધીને તેમને સોંપ્યું

ટ્રાફિક પોલીસે પૈસા અને ડોક્યુમેન્ટથી ભરેલું પાકિટ મૂળ માલિકને શોધીને તેમને સોંપ્યું

શહેરના એક જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિક પોલીસને કોઈ અજાણી વ્યક્તનું ખોવાયેલું એક પાઉચ સોંપવામાં આવ્યું હતું. જેમાં ઓરીજનલ ડોક્યુમેન્ટસ, 700 રૂપિયા રોકડા, પાસપોર્ટ સાઇઝ ફોટાઓ હતા. મોરબી પોલીસ ટીમ દ્રારા ડોક્યુમેન્ટસના આધારે એડ્રેસ જોઈ મૂળ માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

માહિતીના આધારે, મૂળ માલિક બરવાળાના નિવાસી અને સદભાવના હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ દ્વારા ત્યાં રૂબરૂ જઈ ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ, પાસપોર્ટના ફોટાઓ, 700 રૂપિયા, હોસ્પિટલના ઇન્ચાર્જની હાજરીમાં પરત સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મોરબી ટ્રાફિક પોલીસની ટીમનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ છાસીયાના માર્ગદર્શનમાં પોલીસ સબ ઇનસ્પેક્ટર ડીબી ઠકકર, દેવાયતભાઈ, દેવજીભાઈ, વિજયભાઈ, કેતનભાઇ તેમજ મહિલા કોન્સ્ટેબલ ભારતીબેન તેમજ પ્રજાના મંગલભાઈ જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments