Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમતદાનના દિવસે વૃદ્ધ અને દિવ્યાંગોને મફત મુસાફરી

મતદાનના દિવસે વૃદ્ધ અને દિવ્યાંગોને મફત મુસાફરી

સીટી બસ અને એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા અપાશે

મોરબી : આગામી તા.7મી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને વિનામૂલ્યે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવશે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનના દિવસે મતદાન કરવા માટે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને મોરબી સિટી બસ તેમજ ગુજરાત સરકારની તમામ બસોમાં મતદાન અર્થે ટ્રાન્સપોર્ટેશન ફ્રી રહેશે તેમ જિલ્લા સુરક્ષા અધિકારી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments