Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા ફાટક પાસે ટ્રેલરે રાહદારીને હડફેટે લેતા યુવાનનું મોત

માળિયા ફાટક પાસે ટ્રેલરે રાહદારીને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીની  માળિયા ફાટક પાસે સર્વિસ રોડ પર ટ્રેલરે ના ચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ટ્રેલર ચાલક વાહન મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચમુખી હનુમાન પાસે રહેતા પરેશભાઈ બીજલભાઈ ઉર્ફે હકાભાઇ ધામેચા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મોટાભાઈ જગદીશભાઈ બીજલભાઈ ધામેચા (ઉ.૩૦) ચાલીને જતા હોય દરમિયાન માળિયા ફાટક પાસે સર્વિસ રોડ પર ચાલીને જતા હોય દરમિયાન ટ્રેલર આર જે જીએ ૬૮૭૦ ના ચાલકે હડફેટે લેતા જગદીશભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે માળે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments