Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે રાજકોટ જવા માટે મોરબી સર્કિટ હાઉસ ખાતે...

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે રાજકોટ જવા માટે મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો મોટી સંખ્યામાં એકઠાં થયા : રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર

મોરબી : કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ મોરબીમાં સર્કિટ હાઉસ ખાતે રાજપૂત સમાજના આગેવાનોએ એકત્રિત થઈને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી હતી.

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે રાજકોટ જવા માટે મોરબી સર્કિટ હાઉસ ખાતે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. આ સમયે પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપ તુમસે બેર નહીં રૂપાલા તુમ્હારી ખેર નહીંના નારા લગાવી રૂપાલાનો વિરોધ કરી ભાજપના ઉમેદવાર તરીકે હટાવવા માંગ દોહરાવી હતી.

મોરબી રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આજે ફરીથી પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગને લઈને મોરબીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી કરણી સેનાના આગેવાનોની સાથે રાજપૂત સમાજના પ્રમુખ સહિતના આગેવાનો પણ જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments