Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં ધમધમતી ઘોડીપાસની જુગાર કલબ ઝડપાઇ

હળવદમાં ધમધમતી ઘોડીપાસની જુગાર કલબ ઝડપાઇ

1.10 લાખની રોકડ સાથે છ આરોપીને ઝડપી લેતી હળવદ પોલીસે

હળવદ : હળવદ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં ધમધમતી ધોડીપાસાની જુગાર કલબ ઝડપી લઈ હળવદ પોલીસે રોકડા રૂપિયા 1.10લાખથી વધુની રકમ સાથે છ આરોપીઓને દબોચી લીધા હતા.

હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ અજીતસિંહ એન.સીસોદીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે જીઆઇડીસી વિસ્તારમાં ઘોડીપાસ જુગાર કલબ ધમધમતી હોવાની બાતમી મળતા જી.આઈ.ડી.સી. પાછળ આવેલ ખરાબામાં દરોડો પાડતા ઘોડીપાસા વતી પૈસાની હાર જીતનો જુગાર રમતા આરોપી રમેશભાઈ ગુગાભાઈ સાવડીયા, સંજયભાઈ રૂપાભાઈ સીતાપરા, જયેશભાઈ મનુભાઈ દેવકા, કરમણભાઈ છેલાભાઈ ગમારા, દિનેશભાઈ ધારાભાઈ ટોટા અને લધધીરસિંહ હનુભા ઝાલા રોકડા રૂપિયા 1,10,540 સાથે ઝડપાઇ ગયા હતા.

આ સફળ કામગીરી હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સીસોદીયા, પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, બીપીનભાઈ મંગળભાઈ પરમાર, કમલેશભાઈ રાજુભાઈ પરમાર, હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલા તથા રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ વગેરે સ્ટાફે કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments