Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવિનોદભાઈ ચાવડા એ અંજાર અને ભુજ મધ્યે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક...

વિનોદભાઈ ચાવડા એ અંજાર અને ભુજ મધ્યે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

કચ્છ: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા એ કચ્છ જીલ્લાના ભુજ મધ્યે દરજી સમાજ તથા અંજાર મધ્યે વિવિધ સમાજના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ તથા અગ્રણીઓ સાથે બેઠક યોજી આગામી લોકસભા ચૂંટણીમાં ૧૦૦% મતદાન કરાવવાના સંકલ્પ એવમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુરક્ષિત, સ્વસ્થ અને સમૃધ્ધ ભારતના સંકલ્પ, વિકસિત ભારતના વિઝનને સાર્થક કરવા, મોદી સરકારની વિવિધ યોજનાઓનો લાભ દેશના ખુણેખુણે પહોંચાડવાના સંકલ્પને સાર્થક કરવા ભારતીય જનતા પાર્ટીને દેશનું સુકાન સોંપવા આહ્વાન કર્યું હતું.

વિનોદભાઈ ચાવડા એ અંજાર તાલુકા મધ્યે શ્રી પંચમુખા હનુમાન ટેકરી તથા શ્રી રામદેવ પીર મંદિર ખાતે સાવિત્રીબાઈ ફૂલે કચ્છ કલા – મહાસંઘ,અખિલ કચ્છ નારી શક્તિ ગ્રુપ દ્વારા આયોજીત પ્રથમ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે હાજરી આપી હતી.

આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભા.જ.પા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર શહેર ભા.જ.પા ના હોદ્દેદારશ્રીઓ, ભુજ શહેર ભા.જ.પા ના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મંડલના હોદ્દેદારો, નગરપાલિકાના કાઉન્સીલર મિત્રો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments