Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

મોરબી: કરાઓકે સિંગીંગએ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે. જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે તે હેતુથી સમસ્ત બ્રહ્મસમાજ કરાઓકે સંગીત સંધ્યા આયોજિત કરી રહ્યું છે. કાર્યક્રમ આગામી મે/જુનમાં યોજાશે.

આ કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના ભાઈ બહેનો ભાગ લઈ શકશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે કલાકારે પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને 8780287220 પર તારીખ 30/04/2024 સુધીમાં પહોંચાડવાનું રહેશે. આયોજકો એન્ટ્રીની સંખ્યા તથા સમયમર્યાદાને ધ્યાને લઈ જે નિર્ણય કરશે તે આખરી રહેશે. સંગીતસંધ્યાનું સ્થાન, તારીખ, સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments