Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 181 ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબીમાં 181 ટીમે વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી : મોરબીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇ દ્વારા માનસિક અસ્વસ્થ હાલતમા ઘર છોડી નીકળી ગયેલા વૃદ્ધ મહિલાનું અભયમ ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુ.

181 અભયમ હેલ્પલાઈનમાં વૃદ્ધાના દિકરી દ્વારા કોલ કરવામાં આવ્યો કે, મારી માતાને મારા ભાઈ અને ભાભી દ્વારા હેરાન કરવામાં આવતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયા છે અને રસ્તામાં બેઠા છે તેમજ કોઈનું માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે. તેમજ ખૂબ જ રડે છે અને ગભરાયેલી હાલતમાં છે અને તેઓ ચિંતામાં છે તેમની મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.

જેને પગલે 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સના પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે વૃધ્ધાની મદદ માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ વૃદ્ધાને બેસાડી સાંત્વના આપવામાં આવી તેમજ વૃદ્ધા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. વૃદ્ધાએ જણાવ્યું હતું કે, તેઓ તેમના દિકરા, વહુ અને બાળકો સહિતના પરિવાર સાથે રહે છે. વધુમાં વૃદ્ધાએ જણાવેલ કે વૃદ્ધાને ચાર દિકરા અને એક દિકરી એમ પાંચ સંતાનો છે. પરંતુ બે દિકરા મૃત્યુ પામ્યા અને બે દિકરા અને વહુ સાથે રહેતા હતા. દિકરા અને વહુ સાચવતા ના હોવાથી કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં. વૃદ્ધા પાસેથી બધા પૈસા તેમના દિકરા લઈ ગયા હતા અને વારંવાર પૈસા માંગતા હતા વૃદ્ધા પાસે પૈસા ન હતા તેથી ઘરમાં રાખતા ન હતા અને જમવાનું પણ આપતા ન હતા અને વૃદ્ધા સાથે મારઝુડ કરતા હતા અપશબ્દો બોલતા હતા માટે વૃદ્ધા કોઈને પણ જાણ કર્યા વિના કંટાળીને ઘરેથી નીકળી ગયાં હતાં.

જે બાદ 181 ટીમ દ્વારા વૃદ્ધાને આશ્વાસન આપેલ તેમજ ઘરેથી ન નીકળવા બાબતે લાંબી સમજાવટ કરવામાં આવી હતી અંર વૃદ્ધાના ઘરનું સરનામું મેળવી તેમના દિકરાનો સંપર્ક કરી વૃદ્ધાને સહી સલામત તેમના દિકરાના ઘરે સોંપવામાં આવ્યાં હતાં અને તેમના દિકરાનું કાઉન્સિલીગ કરતા જાણવા મળ્યું હતું કે, વૃદ્ધા ઘરેથી વારંવાર જાણ બહાર ઘરેથી નીકળી જાય છે અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે જેટલી દવાઓ હોય એટલી બધી જ દવા વૃદ્ધા એક સાથે પી જાય છે તેથી વૃદ્ધાને કાંઈ યાદ રહેતું નથી.

સાથે જ 181 ટીમ દ્વારા વૃદ્ધાના દિકરા અને વહુને જણાવેલ કે, તેઓ વૃદ્ધાનું ધ્યાન રાખે અને સાર સંભાળ રાખે તો વૃદ્ધા તબિયત સારી થઈ જાય તેમજ વૃદ્ધા સાથે મારઝુડ કરવી અને અપશબ્દો બોલવા એ કાયદાકીય રીતે ગુનો છે. ત્યારબાદ આ મદદને લઇ તેમના દિકરા અને વૃદ્ધાએ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments