Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમતદાન ને પ્રોત્સાહન આપવા માટે RE:GEN:TA INN હોટલ માલીક ગ્રિફિથ જેઠાભાઇ મિયાત્રાની...

મતદાન ને પ્રોત્સાહન આપવા માટે RE:GEN:TA INN હોટલ માલીક ગ્રિફિથ જેઠાભાઇ મિયાત્રાની અનોખી ઝુંબેશ

મતદાન જાગૃતિમાં મોરબીની RE:GEN:TA હોટલની પહેલ મતદારો માટે ૭ મેના રોજ ફૂડ સહિતની એમિનીટીઝ પર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ

મતદાન આપણો મૂળભૂત અધિકાર, લોકશાહીને મજબૂત કરવા અવશ્ય મતદાન કરીએ

મોરબી: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં લોકોને મતદાન અંગે જાગૃત કરવા તેમજ લોકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રેરિત કરવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના નાગરિકો અને ખાસ કરીને વિવિધ એસોસિએશન અને વેપારીઓ વિવિધ પહેલ કરી મતદાન જાગૃતિના જિલ્લા ચૂંટણી તંત્રના આ પ્રયાસમાં જોડાઈ રહ્યા છે. જિલ્લાની મહત્તમ હોટલ અને રેસ્ટોરેન્ટ દ્વારા જે લોકો મતદાન કરીને આગામી ૭મી મે હોટલ કે રેસ્ટોરેન્ટમાં મુલાકાત લે તેમના માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ બાબતે મોરબીની RE:GEN:TA INN હોટલના માલિક ગ્રિફિથ જેઠાભાઇ મિયાત્રા મતદાન જાગૃતિ અંતર્ગત RE:GEN:TA INN હોટલે કરેલી પહેલ ઈનીસીએટીવ અન્વયે વાત કરતા જણાવ્યું હતું કે, આવનારી ૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે મોરબીની જનતાને RE:GEN:TA INN હોટલ વતી અપીલ કરું છું કે વધુને વધુ મતદાન કરો. જે ગેસ્ટ અથવા મતદાર મતદાન કરીને અમને પ્રૂફ એટલે કે આંગળીમાં નિશાન બતાવશે તેમને RE:GEN:TA INN હોટલમાં ફૂડ અને રૂમની એમિટીઝ ઉપર ૧૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે જેથી આપણે સૌએ લોકશાહીને મજબૂત કરવા માટે આ મતદાનના અધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને અચૂકપણે મતદાન કરવું જોઈએ.

મતદાન જાગૃતિ માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીની RE:GEN:TA INN હોટલ પણ મતદાન જાગૃતિની પ્રવૃત્તિમાં જોડાઈ છે. જ્યાં હોટેલ દ્વારા લોકોને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે અને મતદારો માટે ૧૦% ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments