Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના અમરેલી નજીક બાવળમાં લાગેલી આગ પર ફાયર ફાઈટર ટીમે કાબુ મેળવ્યો

મોરબીના અમરેલી નજીક બાવળમાં લાગેલી આગ પર ફાયર ફાઈટર ટીમે કાબુ મેળવ્યો

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી ગામ નજીક બાવળમાં કોઈ કારણોસર આગ લાગતા આગ ધીમે ધીમે પ્રસરી હતી. આ અંગેની જાણકારી મોરબી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાની જાણકારી ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments