Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsલોકસભા ચૂટંણી-૨૦૨૪ અન્વયે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા લાયસન્સ વાળા હથીયારો જમા લેવા...

લોકસભા ચૂટંણી-૨૦૨૪ અન્વયે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા લાયસન્સ વાળા હથીયારો જમા લેવા માટે કરવામાં આવેલ કાર્યવાહી

રાજકોટ રેન્જમાંથી કુલ – ૭૩૨૭ લાયસન્સ ધારક પરવાનેદારોના હથીયારો જમાં લઇ લેવામાં આવેલ

વર્તમાન સમયમાં ચુંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર રાજકોટ રેન્જ નાઓ દ્રારા રેન્જ હસ્તકના પ(પાંચ) જીલ્લાઓમાં લાયસન્સ વાળા હથીયાર પરવાનેદારોના હથીયારો જમાં લેવા માટે કાયદેસરની કાર્યવાહી ચાલુ હોય જેની વિગતો જોતા દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૯૦૫, જામનગર જીલ્લામાં કુલ – ૧૮૭૦, મોરબી જીલ્લામાં કુલ – ૧૨૨૧, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૧૨૧૨ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૨૮૭૨ મળી રાજકોટ રેન્જમાં કુલ – ૮૦૮૦ હથીયાર પરવાનેદારો હોય જેઓના હથીયારો જમાં લેવા માટેની આ નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી આજદિન સુધીમાં કુલ – ૭૩૨૭ લાયસન્સ વાળા હથીયાર પરવાનેદારો પાસેથી હથીયાર જમાં લેવામાં આવેલ છે.

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૯ હથીયાર પરવાનેદારોના હથીયારોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ થયેલો હોવાથી જપ્ત કરવામાં આવેલ છે.

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૬૮ હથીયાર પરવાનેદારોના લાયસન્સ અલગ-અલગ કારણોસર જીલ્લા કલેકટરશ્રી દ્રારા રદ્ કરવામાં આવેલ છે.

રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કુલ હથીયારો પૈકી કુલ – ૬૭૬ હથીયાર પરવાનેદારોને હથીયારો જમાં કરાવવામાંથી મુક્તિ મેળવેલ હોય તેઓને હથીયારો જમાં કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

આમ ઉપરોકત વિગતે રાજકોટ રેન્જના હથીયાર પરવાનેદારોના હથીયાર જમા લીધેલની વિતગ જોતા દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૭૯૬, જામનગર જીલ્લામાં કુલ – ૧૫૯૫, મોરબી જીલ્લામાં કુલ – ૧૧૪૪, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૧૦૯૭ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૨૬૯૫ હથીયારો મળી રાજકોટ રેન્જમાંથી કુલ – ૭૩૨૭ લાયસન્સ ધારક પરવાનેદારોના હથીયારો જમાં લઇ લેવામાં આવેલ છે. અને હાલે કોઇ પરવાને દારનુ હથીયાર જમાં લેવા પર બાકીમાં નથી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments