રાજકોટ રેન્જની ચેકપોસ્ટો ઉપર કુલ – ૩૩૮ પોલીસ કર્મચારીઓ દ્રારા રાઉન્ડ ધી ક્લોક ચેક પોસ્ટ ઉપર લોકસભા ચુંટણી લક્ષી વાહનોનુ ચેકીંગ કરવાની કામગીરી ચાલુ
રાજકોટ : વર્તમાન સમયમાં ચુંટણીની આદર્શ આચારસંહિતા લાગુ હોય જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર રાજકોટ રેન્જ નાઓ દ્રારા રેન્જ હસ્તકના પ(પાંચ) જીલ્લાઓમાં ગેરકાયદેસર રોકડ તથા સોના-ચાંદીની ચીજ વસ્તુઓની હેરફેર, ગેરકાયદેસર હથીયારોની હેરફેર તેમજ માદક પદાર્થોની હેરફેર થતી અટકાવવા સારૂ જીલ્લાઓના અગત્યના પોઇન્ટો પસંદ કરી તે જગ્યાઓ ઉપર રાઉન્ડધી ક્લોક શંકાસ્પદ જણાતા વાહનોનુ ચેકીંગ કરવા સારુ ચેક પોસ્ટ કાર્યરત કરેલ છે જેની વિગતો જોતા દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૧૫, જામનગર જીલ્લામાં કુલ – ૨૪, મોરબી જીલ્લામાં કુલ – ૧૭, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૨૨ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૧૪ મળી રાજકોટ રેન્જમાં કુલ – ૯૧ ચેકપોસ્ટો કાર્યરત કરેલ છે જેમાં નીચેની વિગતે પોલીસ કર્મચારીઓની ફાળવણી તેમજ (એફ.એસ.ટી.) ફલાઇંગ સ્કવોડ ટીમ તથા (એસ.એસ.ટી.) સ્ટેટીક સર્વેલન્સ ટીમો દ્રારા કામગીરી કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં કાર્યરત કુલ ૯૧ ચેક પોસ્ટ ઉપર ૩૩૮ પોલીસ કર્મચારીઓ દ્રારા રાઉન્ડ ધી ક્લોક ચુંટણીલક્ષી શંકાસ્પદ વાહનોનુ ચેકીંગ કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ ૭૯ (એફ.એસ.ટી.) ફલાઇંગ સ્કવોડ ટીમના ૨૨૦ કર્મચારીઓ દ્રારા ટોલ ફ્રી નંબર ઉપર તેમજ પોલીસ કન્ટ્રોલ રૂમ તરફથી મળતી આચાર સંહિતા ભંગની ફરીયાદોના નિકાલની કામગીરી કરવામાં આવી રહેલ છે.
રાજકોટ રેન્જ હસ્તકના જીલ્લાઓમાં ફાળવવામાં આવેલ કુલ ૮૯ (એસ.એસ.ટી.) સ્ટેટીક સર્વેલન્સ ટીમોના ૨૨૬ કર્મચારીઓ દ્રારા મોટી રોકડ રકમની હેર-ફેર તથા સોના-ચાંદીની વસ્તુઓની હેર-ફેર રોકવા સારુ તેઓને મળતી માહિતી મુજબ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહેલ છે.
આમ ઉપરોકત વિગતે રાજકોટ રેન્જ હસ્તકના દેવભુમી દ્રારકા જીલ્લામાં કુલ – ૩૦, જામનગર જીલ્લામાં કુલ – ૯૬, મોરબી જીલ્લામાં કુલ – ૬૮, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં કુલ – ૮૮ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કુલ – ૫૬ પોલીસ કર્મચારીઓ મળી રાજકોટ રેન્જની ચેકપોસ્ટો ઉપર કુલ – ૩૩૮ પોલીસ કર્મચારીઓ દ્રારા રાઉન્ડ ધી ક્લોક ચેક પોસ્ટ ઉપર લોકસભા ચુંટણી લક્ષી વાહનોનુ ચેકીંગ કરવાની કામગીરી ચાલુ છે.









