મોરબીમાં મુસાફરીના બહાને રીક્ષામાં ખેતશ્રમિકને બેસાડી લૂંટી લીધા
રીક્ષામાં મુસાફરીના સ્વાંગમાં બેઠેલી લૂંટારું ગેગે ખેત શ્રમિકને લૂંટીને અધવચ્ચે ઉતારી દીધા
મોરબી : મોરબીમાં રીક્ષામાં મુસાફરીના બહાને ખેત શ્રમિકને લૂંટી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભાગમાં વાવેલા જીરુંના પાકના 45 હજાર લઈને પોતાના વતન જવા માટે પહેલા રિક્ષામાં બેઠા બાદ રીક્ષા ચાલક ગેંગે સરાજાહેર ધાક ધમકી આપી ખેતશ્રમિક પાસેથી નાણા પડાવીને ઉડન છું થઈ જતા તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વાઘપર ગામે મનસુખભાઇ રાંકજાની વાડીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની જામસિંહ મેથુસિંહ બબરીયા ઉ.વ60 નામના વૃદ્ધ ભાગમાં જુદાજુદા પાકોનું વાવેતર કરે છે. દરમિયાન આ ખેડૂતે તાજેતરમાં ખેતરમાં ભાગમાં જીરુંના પાકનું સારું એવું વાવેતર કર્યું હતું. જેના નફા રૂપે ભાગમાં મળેલા 53 હજાર લઈ મધ્યપ્રદેશ જવા નીકળતા લગ્નપ્રસંગ માટે કપડાં ખરીદી માળીયા ફાટકેથી લીલાકલરના પીળા હુડ વાળી એપલની નિશાની વાળી રીક્ષામાં બેસતા વીસી ફાટક સુધીમાં રીક્ષામા બેઠેલ ગઠિયા ગેંગે પેન્ટના ખિસ્સામાં રહેલ રોકડ રકમની તફડંચી કરી લેતા વૃદ્ધ ડઘાઈ ગયા ગયા હતા. માળીયા ફાટકેથી વીસીફાટક સુધીમાં નાણાં પડાવી લઈ રીક્ષા ચાલક ફરાર થઇ જતા વૃદ્ધની ફરિયાદને આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.













