Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsઅલ્ટો કાર પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો

અલ્ટો કાર પલટી ખાઈ જતા ગોઝારો અકસ્માત સર્જાયો

ટંકારા તાલુકાના હિરાપર ગામના પાટીયા નજીક ગોઝારા અકસ્માતમાં બે મહિલાના મોત

દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના એક પરીવારના 7 સભ્યોમાથી 5 સભ્યો ધાયલ , 2ના મોત

મોરબી : ટંકારાના હિરાપર ગામના નજીક દ્વારકા દર્શન કરી પરત ફરતા મોરબીના એક પરિવારની કાર ગુલાંટ મારી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મોરબીના પરિવારના સાત સભ્યોમાંથી બે મહિલાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

ટંકારા નજીક લતિપર રોડ ઉપર હીરાપર ગામના પાટિયા પાસે આજે સવારે જીજે-36-એફ-0720 નંબરની અલ્ટો કારમાં મોરબીનો એક પરિવાર દ્વારકા દર્શન કરી પરત આવી રહ્યો હોય ત્યારે આ પરિવારની કાર પલ્ટી મારી ગઈ હતી. કોઈ કારણોસર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર 7 લોકો પૈકી નિર્મળાબેન રાજેશભાઇ સોનરાજ ઉ. વ 65 અને ગૌરીબેન રામકુમાર રેણુકા ઉ. વ 70 નુ ધટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક શક્તિ રાજેશભાઇ બારોટ ઉ. વ 39, એમના પત્ની જલ્પાબેન ઉ. વ. 30, અને 3 પુત્રી આસ્થા ઉ. વ 9 , તુલસી ઉ. વ 5, જીનલ ઉ. વ 1 ને ઈજા થતા ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતનો ભોગ બનનાર મુળ સુરેન્દ્રનગરના હોવાનું અને હાલ રહે બધા મોરબી ધુંટુ રામકો વિલેજમા રહેતા હોવાનું તેમજ દ્વારકા દર્શન કરી ધરે પરત ફરતી વખતે અકસ્માત થતા દ્રરકાધીશના દર્શન કરીને હસીખુશીથી પરત ફરતા આ પરિવારમાં આઘાતથી સન્નાટો છવાય ગયો છે. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments