વાકાનેર : વાકાનેર રાજપૂત સમાજના પ્રમુખ ઝાલા વજુભા સજુભા એ એક પત્ર લખીને મોરબી જીલ્લાના વાકાનેર તાલુકાના ક્ષત્રિય પરિવારોના ભાઈઓ બહેનો, યુવાનો અને આગેવાનો તમામને નમ્ર નિવેદન કરતા કહ્યું છે કે, અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલ “ક્ષત્રિય નારી અસ્મીતા આંદોલન ” ને કોઈ અનિષ્ઠ તત્વો દ્વારા શાંતિ ડહૉળવાના પ્રયાસ થાય તેવા રસ્તે લઈ જવાની ભીતિ છે. આગામી લોકસભા ચૂંટણીના સમયગાળા દરમિયાનમાં કોઈપણ રીતે રાજપૂત સમાજની બદનામી થાય તેવા ક્રુત્યો કરવાની હિતશત્રુઓની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. જેથી આવું કાંઈ ન બને અથવા રાજપૂત સમાજના આંદોલનને નામે ન ચડે તે માટે આપણે આગામી 7મી મેં ના રોજ ચૂંટણી મતદાનના દિવસને લક્ષમાં રાખી ને શાંતિ જાળવવાની છે અને શિસ્ત બદ્ધ રીતે રહેવાનું છે. રાજપૂત સમાજના કોઈ પણ સભ્યએ કાયદો હાથમાં ન લેવો તેમજ આચારસંહિતા ભંગ ન થાય તેવી રીતે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવામાં અગ્રેસર રહેવું અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તેવી સર્વે કાળજી રાખીશું એવી રાજપૂત ભાઈઓ,બહેનો તથા વડીલોને ભાર પૂર્વક નમ્ર અનુરોધ અને અપીલ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજને બદનામ કરવા માટે કોઈ હિતશત્રુ તેનો ગેરલાભ ન લઇ જાય તે માટે સમાજને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.












