Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોનાં અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરાશે

જલારામ મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોનાં અસ્થિઓનું સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે વિસર્જન કરાશે

મોરબી :જલારામ મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, અસ્થિ વિસર્જીત ન કરી શકેલા હોય તેવા પરિવારજનોએ પોતાના દીવંગતોના અસ્થિ શહેરના વિદ્યુત સ્મશાને સંસ્થાના અસ્થિ કુંભમા પધરાવવા.વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહીક વિસર્જન કરવામાં આવે છે. જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનું વિસર્જન ન કરી શકેલા હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મની પરંપરા મુજબ દીવંગતોનાં આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધી મુજબ અસ્થિઓનું વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદીર દ્વારા તા.૧૬-૫-૨૦૨૪ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા બિનવારસી મૃતદેહોના અસ્થિઓ ઉપરાંત જે લોકો પોતાના દીવંગતોના અસ્થિઓ વિસર્જન ન કરી શકેલા હોય તેમના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે.આવતી કાલે બુધવારના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામાં આવશે જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાનાં અગ્રણીઓ સોમનાથ જવા રવાના થશે. જે કોઈ વ્યક્તિઓ પોતાના સ્વજનો ના અસ્થિઓ વિસર્જીત કરી શકેલ ન હોય તેમણે બુધવાર બપોરે ૩ વાગા સુધીમાં શહેરના વિદ્યુત સ્મશાન ખાતે જલારામ મંદિર ના અસ્થિ કુંભમાં પધારાવવા વિનંતી.આ ભગીરથ કાર્યમાં સંસ્થાના ગીરીશ ભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments