Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દુ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દુ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો


વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા સર્વ હિન્દુ જ્ઞાતિની દીકરીઓના ત્રીજા શાહી સમૂહ લગ્નોત્સવનું ગત રવિવારનાં રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં 28 દિકરીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.આ આયોજનમાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાઓ, અનેક આગેવાનો,તેમજ બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. વાંકાનેરની દરેક સંસ્થાઓએ સેવા આપી હતી.

આ શાહી સામુહિક લગ્નોત્સવમાં રીતિકા ઠાકોર, રાજુભાઈ સાકરીયા, આરતી ઠાકોરે લગ્ન ગીતની રમઝટ બોલાવી હતી અને શાહી સામુહિક લગ્નોત્સવમાં દીકરીઓને 101 કરિયાવરની ભેટ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અગ્રણી, ઉદ્યોગપતિઓ અને કાર્યક્રમના મુખ્ય દાતાઓ, તેમજ અનેક સ્થાનિક આગેવાનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં જયેશભાઈ સોમાણી (અધ્યક્ષ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ), જગદીશ બાંભણીયા (ઉપપ્રમૂખ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ),ભરતભાઇ હડાણી ( મોરબી જિલ્લા પ્રમુખ અ.ભા.કો.સ.) , વાલજીભાઈ ધરજિયા જહેમત ઉઠાવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments