Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જલારામ મંદિર દ્વારા 248 દિવંગતોનાં અસ્થિનું સોમનાથમાં વિસર્જન કરાયું

મોરબી જલારામ મંદિર દ્વારા 248 દિવંગતોનાં અસ્થિનું સોમનાથમાં વિસર્જન કરાયું

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક અસ્થિ વિસર્જન કરાયું

મોરબી : મોરબી જલારામ મંદિરના અગ્રણીઓ દ્વારા 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહિત કુલ 248 દિવંગતોના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવે છે. તે ઉપરાંત તેમના અસ્થિઓનું સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમાં સામૂહિક વિસર્જન કરવામાં આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનું વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મની પરંપરા મુજબ દિવંગતોના આત્માની શાંતિ અર્થે શાસ્ત્રોક્ત વિધિ મુજબ અસ્થિઓનું વિસર્જન કરવું અનિવાર્ય હોય છે ત્યારે મોરબી જલારામ મંદિર દ્વારા આજે 16 મેના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમાં 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ 248 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ ભગીરથ કાર્યમાં સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશ જાની, ચિરાગભાઈ રાચ્છ, કૌશિકભાઈ હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નરેન્દ્રભાઈ રાચ્છ, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, કૌશલભાઈ જાની, વિપુલભાઈ પંડિત સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments