Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના નાની વાવડી નજીક બોલેરોએ બાઈકસવાર પિતા-પુત્રને ઠોકર મારી, માસૂમ પુત્રનું મોત

મોરબીના નાની વાવડી નજીક બોલેરોએ બાઈકસવાર પિતા-પુત્રને ઠોકર મારી, માસૂમ પુત્રનું મોત

પુત્રને બાઈકમાં આંટો મારવા નીકળ્યા ત્યારે સર્જાયો અકસ્માત એકના એક સંતાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું   

મોરબીના નાની વાવડી ગામેં રહેતા પિતા પોતાના નાનકડા પુત્રને બાઈકમાં આંટો મરાવવા માટે નીકળ્યા હતા ત્યારે પુરપાટ દોડતી બોલેરોના ચાલકે બાઈકને ઠોકર મારતા બાઈક સવાર દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત હતું હતું જયારે પિતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા અકસ્માત બાદ બોલેરો મૂકી ચાલક નાસી ગયો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રીના વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયા તેના પુત્ર વિહાનને રાત્રીના બાઈકમાં આંટો મરાવવા માટે નીકળ્યા હતા પિતા પુત્ર બાઈકમાં જતા હોય ત્યારે ઘરથી થોડે દુર પહોંચતા એક પુરઝડપે આવતી બોલેરોના ચાલકે બાઈકને હડફેટે લેતા પિતા અને પુત્ર ફંગોળાઈ ગયા હતા જે અકસ્માતમાં દોઢ વર્ષના વિહાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું તો પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માત સર્જી બોલેરો ચાલક નાસી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તો સોઢીયા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યો જોવા મળ્યા હતા

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments