Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા શખ્સને દબોચી લેતી મોરબી...

કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા શખ્સને દબોચી લેતી મોરબી પોલીસ

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા કારમાં ખોટી નંબર પ્લેટ લગાડીને દારૂની હેરાફેરી કરવાનો પર્દાફાશ કરી કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લઇ એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મોરબી માળીયા હાઈવે તરફથી GJ-24-K-9678ની નંબર પ્લેટવાળી કાર આવતાં તેને રોકીને તપાસ કરતાં આ કારના સાચા નંબર RJ-16-CA-4933 હતો. આરોપીએ દારૂની હેરફેર કરવા આઈ 20 કારમાં ખોટી નંબર પ્લેટ લગાડી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ કારની તપાસ કરતાં તેમાંથી 2,11,740ની કિંમતની 1837 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ હતી. જેથી પોલીસે આરોપી શ્રીરામ બીરબલરામ બિશ્નોઈ (ઉં.વ. 21, રહે. કુકા, તા. બાગોડા, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો અને માલ મોકલનાર સુરેશ ઉર્ફે શેરો ઉર્ફે અશોક ખીલેરી બિશ્નોઈ (રહે. આંબલી, તા. સાંચોર, જિ. ઝાલોર, રાજસ્થાન)વાળાને ફરાર દર્શાવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments