Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક જપ્ત કરતી પોલીસ

હળવદના માનગઢ નજીક ખનીજચોરી મામલે હિટાચી અને ટ્રક જપ્ત કરતી પોલીસ

ખનીજ ચોરી પર અંકુશ મેળવવા હળવદ પોલીસની કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક ખનીજનું ખનન કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમા એક હિટાચી મશીન તેમજ એક ટ્રકને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ખનીજ વિભાગને કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં થતી ખનીજ ચોરી અટકાવવા અનેકવાર સ્થાનિક થી માંડી ગાંધીનગર સુધીની ટીમોએ કાર્યવાહી કરી છે તેમ છતાં પણ ખનીજ ચોરી બંધ નથી થઈ તે વાત હકીકત છે.તેવામાં ગઈકાલે માનગઢ ગામ નજીક રેતી ચોરી કરતા શખ્સો પર હળવદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં એક હુન્ડાઈ કંપનીનું આર-૧૪૦-એલસી-૯ મોડેલનુ નંબર પ્લેટ વગરનુ હિટાચી તેમજ એક ટ્રક (પાટલો) જીજે-૧૨-વાય-૯૮૮૩ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને વાહનો કબજે કરી પોલીસ મથકે લઈ આવી કાયદેસરનીકાર્યવાહી કરવા મોરબી ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે.

હળવદ પી આઈ આર.ટી.વ્યાસ સહિતનો સ્ટાફ આ કામગીરી માં જોડાયો હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments