Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાનસર-વનાળીયા ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સી.એચ.ઓની ભરતી કરવાની માંગ

માનસર-વનાળીયા ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સી.એચ.ઓની ભરતી કરવાની માંગ

મોરબી તાલુકાના માનસર વનાળીયા ગામે હેલ્થ સેન્ટરમાં સી.એચ .ઓ ની નિમણૂક કરવા આરોગ્ય અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

મોરબી તાલુકાના માનસર ગામના સરપંચએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી લેખિતમાં રજૂઆત કરી કે મોરબી તાલુકાના માનસર ગામે ‌હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરમાં સી.એચ .ઓની ખાલી જગ્યા હોય અમારું ગામ સેન્ટરનું ગામ છે અને આ ગામમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતિયો લોકો મજૂરી અર્થે આવેલ છે અને ગામની વસ્તી અંદાજિત 1600 જેટલી છે ત્યારે આરોગ્યની સેવા ઓ સમયસર મેળવવામાં મુશ્કેલી સર્જાય છે

જેથી સત્વરે જગ્યા ભરવામાં આવે અને આજુબાજુના ગામના લોકો તેમજ પરપ્રાંતીઓ લોકો ગામમાં જ આરોગ્યલક્ષી સુવિધાઓ સમયસર મળી રહે તો આ જગ્યા તાત્કાલિક ધોરણે સી.એચ ઓની નિમણૂક કરવામાં આવે તેવી ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments