Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiએવન્યુ પાર્કથી નરસંગ ટેકરી મંદિર સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો

એવન્યુ પાર્કથી નરસંગ ટેકરી મંદિર સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો

રોડના નવીનીકરણની કામગીરી અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું બહાર પાડ્યું

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા એવન્યુ પાર્ક સોસાયટીથી બાપા સીતારામ ચોક અને બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર(રવાપર રોડ) સુધીના રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોવાથી રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

એવન્યુ પાર્ક સોસાયટીથી બાપા સીતારામ ચોક અને બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર(રવાપર રોડ) સુધીના રોડ પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 અન્વયે નગરપાલિકા વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના આ રોડ પરના વાહનોના પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે રિલાયન્સ સોસાયટી, અનુપમ સોસાયટી તથા નીલકંઠ સ્કૂલની આસપાસની તથા સામેની સોસાયટીઓના વાહનની આવન-જાવન માટે બાપા સીતારામ ચોકથી નવા બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તાનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. તેમજ રામવિજય નગર, વિજયનગર, દર્પણ સોસાયટી, પંચવટી સોસાયટીના વાહનોની આવન-જવન માટે હીરાસરી માર્ગ (નરસંગ ટેકરીથી અવની ચોકડી) તરફ જવાના રસ્તાનો ડાઈવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ 1952ની કલમ – 131 અન્વયે સજાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવવા આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments