Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બગથળા નજીક પ્લાયવુડના કારખાનામાં શ્રમિકો વચ્ચે બઘડાટી, ત્રણ ઘાયલ

મોરબીના બગથળા નજીક પ્લાયવુડના કારખાનામાં શ્રમિકો વચ્ચે બઘડાટી, ત્રણ ઘાયલ

માર મારી નાસી ગયેલા ત્રણ બિહારી શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ પ્લાયવુડના કારખાનામાં પ્લાયવુડની સીટ મુકવા મામલે શ્રમિકો વચ્ચે બઘડાટી બોલ્યા બાદ ત્રણ બિહારી શર્મિકોએ ત્રણ વ્યક્તિઓને ઘાયલ કરી નાસી જતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બગથળા ગામની સીમમાં આવેલ સાયનટેક પ્લાયવુડના કારખાનામાં રહેતા પ્રાણક્રિષ્ના પ્રભુ મંડલ ઉ.19 નામના મૂળ અસમના શ્રમિકે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ધીરજ કુમાર હરેન્દ્ર યાદવ, હરિઓમ ભીમ યાદવ અને બ્રિજેશ ભીમ યાદવ રહે. ત્રણેય બિહાર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પ્લાયવુડની સીટ મુકવા મામલે આરોપીઓ ઝઘડો કરતા સમજાવવા જતા આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરતા ફરિયાદી તેમજ સાહેદ રાજાભાઈ બકુલભાઈ બરમન અને સાધુ મંડલને ઇજાઓ પહોંચાડી હતી. જે પૈકી રાજા બરમનને માથામાં હેમરેજ થઈ જતા સારવારમાં દાખલ કરેલ છે. આરોપીઓ હુમલો કરી નાસી જતા હાલમાં ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments