Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા પંથકમાં ગતરાત્રેથી આજ સવાર સુધીમાં બનેલી ઘટના

માળીયા પંથકમાં ગતરાત્રેથી આજ સવાર સુધીમાં બનેલી ઘટના

મોટી બરાર ગામે તળાવમાં માછલાંઓના ભેદી સંજોગોમાં મોત

મોટી સંખ્યામાં માછલાંઓના મૃતદેહ તરતા જોવા મળતા ગ્રામજનોમાં અરેરાટી

મોરબી : માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં આજે સવારે મોટી સંખ્યામાં માછલાઓના ભેદી સંજોગોમાં ટપોટપ મોત થયા હોવાનું સામે આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં ગત રાતથી આજ સવાર સુધીમાં અસંખ્ય માછલાઓના મોત થયા હોવાની ઘટના બહાર આવી છે. ગામના તળાવમાં માછલાંઓના એક બાદ એક એમ અનેક માછલાંના ભેદી રીતે મોત થતા ગ્રામજનો ચિતાતુર બની ગયા હતા અને આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે.ગ્રામજનોએ આ બનાવ અંગે સંબધિત તંત્રને જાણ કરતા હવે પછી તંત્રની તપાસમાં જ માછલાંઓના સામુહિક મોતનું સાચું કારણ બહાર આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments