Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા

મોરબી : મોરબી જિલ્લામાં ખનીજ ચોરો ઉપર સતત તવાઈ વચ્ચે મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે વાંકાનેરના ભલગામ નજીકથી રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર ઝડપી લઈ પોલીસને સોંપી આપી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની સૂચના મુજબ ભુસ્તરવિજ્ઞાન અને ખાણ-ખનીજનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ-રાજકોટ રોડ ઉપરથી ડમ્પર નંબર GJ-O3-BW-6548 તથા GJ-03-BY-8288 વાળાને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર રીતે વહન કરવા બદલ પકડી પાડી અંદાજે 50 લાખની કિંમતના બન્ને ડમ્પર સીઝ કરી આગળની નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments