Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ભાજપ મતગણતરીના દિવસે સંયમ અને સાદગીથી વિજયને ઉજવશે

મોરબી ભાજપ મતગણતરીના દિવસે સંયમ અને સાદગીથી વિજયને ઉજવશે

રાજકોટમાં બનેલ દુઃખદ ગેમ ઝોન ઘટનાને પગલે લીધો નિર્ણય

મોરબી : આવતીકાલે 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. ત્યારે આ દરમ્યાન રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના ગેમ ઝોન અગ્નિકાંડના પગલે મતગણતરીના દિવસે વિજયને સંયમતા અને અત્યંત સાદગીથી મનાવવા અંગે ભારતીય જનતા પાર્ટીના મોરબી જિલ્લાના ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડિએ જણાવ્યું છે.

ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનામાં ભોગ બનેલા પરિવારને ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો પરિવાર માને છે. આ દુઃખદ સમયે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લો દરેક પરિવાર સાથે છે. તેમજ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. ત્યારે આ સમયે વિજય સરઘસ, ફટાકડા, પેંડા કે હાર-તોરા ન કરતા આ વિજયને સંપૂર્ણ સાદગીથી મનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments