Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ માણેકવાડા ચોકડી પાસે કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતો ઇસમ ઝડપાયો

હળવદ માણેકવાડા ચોકડી પાસે કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતો ઇસમ ઝડપાયો

હળવદ પોલીસે માણેકવાડા ચોકડી પાસેથી કારમાં ૪૦૦ લીટર દેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને દેશી દારૂ અને કાર સહીત ૨.૦૮ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણેકવાડા ચોકડી પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં બોલેરો ગાડી જીજે ૧૩ એઆર ૫૬૮૩ માંથી દેશી દારૂ ૪૦૦ લીટરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૮૦૦૦ ની કિમતનો દારૂનો જથ્થો અને ૨ લાખ બોલેરો કાર સહીત કુલ રૂ ૨.૦૮ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી મહેશ બેચર સારલા (ઉ.વ.૨૪) રહે નળખંભા ગામ તા. થાનગઢ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પી આઈ આર.ટી.વ્યાસ સહિતનો સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments