Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઓનલાઈન નોકરીની લાલચમાં મોરબીના યુવકે 77,850 ગુમાવ્યા

ઓનલાઈન નોકરીની લાલચમાં મોરબીના યુવકે 77,850 ગુમાવ્યા

ઓનલાઈન જોબ માટે ટેલિગ્રામ લિંક મોકલી છેતરપિંડી 

મોરબી : મોરબીમાં સિરામિક એકમમાં નોકરી કરતા યુવાન સાથે ઓનલાઈન જોબના નામે રૂપિયા 77,850ની છેતરપિંડી આચરવામાં આવતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપરમાં રહેતા અને લાલપર ગામની સીમમાં અર્બનડાય નામના કારખાનામાં નોકરી કરતા ફરિયાદી ભરતભાઇ ચમનલાલ ડાભી ઉ.32 નામના યુવાનને અજાણ્યા બેન્ક એકાઉન્ટ ધારક તરફથી ટેલિગ્રામ લિંક મોકલી ઓનલાઇન જોબની લાલચ આપી વિશ્વાસ કેળવી ટેક્નિકલ માધ્યમથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે અલગ અલગ એકાઉન્ટમા ફોન પે અને ગૂગલ પે મારફતે 77,850 મેળવી લઈ છેતરપિંડી કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments