Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. ૨.૩૭ કરોડના વિદેશી દારૂનો કરાયો નાશ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. ૨.૩૭ કરોડના વિદેશી દારૂનો કરાયો નાશ

મોરબી : મોરબી જીલ્લા પોલીસે મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો મળી કૂલ રૂ.૨.૩૭ કરોડના ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નામદાર કોર્ટના હુકમ અન્વયે મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં પી.એ.ઝાલા -નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સમીર સારડા- નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ તથા ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર- નશાબંધી અને આબકારી ખાતું રાજકોટનાઓની સમિતી દ્વારા એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇંગ્લીશ દારૂની બોટલો / બીયરના ટીન નંગ-૯૦૫૬૧ કિં.રૂ.૨,૩૭,૭૮, ૭૭૭/- નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments