Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળિયા ઓનેસ્ટ હોટલ સામે બાઈક સ્લીપ થતા પાછળ આવતા ટ્રકનું ટાયર યુવાન...

માળિયા ઓનેસ્ટ હોટલ સામે બાઈક સ્લીપ થતા પાછળ આવતા ટ્રકનું ટાયર યુવાન પર ફરી વળતા મોત

માળિયા કચ્છ નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ સામે મોટર સાઈકલ સ્લીપ થઇ જતા પાછળથી આવતા ટ્રકનું ટાયર ફળી વળતા મિત્રની નજર સામે મિત્રનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા સુરેશભાઈ વાલજીભાઈ પડાયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે તેના તેનો મિત્ર સંજયભાઈ બંને મોટર સાઈકલ જીજે ૩૬ એ જી ૧૧૩૮ લઈને માળિયા કચ્છ નેશનલ હાઈવે રોડ પર આવતા હોય દરમિયાન ઓનેસ્ટ હોટલ નજીક પહોચતા સંજયભાઈ એ મોટર સાઈકલ પરથી કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ સ્લીપ થઇ જતા પાછળથી આવતા ટ્રક જીજે ૧૨ ઝેડ ૫૯૫૬ ના ચાલકે બેદરકારીથી ચલાવી મોટર સાઈકલ ચાલક સંજયભાઈના શરીર પર ટ્રકનું ટાયર ફેરવી દેતા સંજયભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ  નોંધી વધુ તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments