Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના મેસરિયા નજીક કચરો વીણવાનું કામ કરતા શ્રમિકનું અજાણ્યા ટ્રક હડફેટે મૃત્યુ

વાંકાનેરના મેસરિયા નજીક કચરો વીણવાનું કામ કરતા શ્રમિકનું અજાણ્યા ટ્રક હડફેટે મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક કચરો વિણવાનું કામ કરી રખડતું ભટકતું જીવન ગાળતા મૂળ ગોધરાના વતની ધનુબેન ભીખાભાઇ બારૈયા અને દિનેશ નામનો શ્રમિક છેલ્લા છ મહિનાથી સાથે રહેતા હોય જેઓ તા.23ના રોજ કચરો વીણવા જતા હતા ત્યારે મેસરિયા ગામના પાટિયાથી આગળ રસ્તો ક્રોસ કરવા જતા અજાણ્યા ટ્રક ચાલકે દિનેશભાઇને હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ કિસ્સામા મૃતક દિનેશભાઇના પરિવાર કે અન્ય કોઈ વિગતો ન હોય હાલ ધનુબેનની ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments