Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપા...

મોરબી જિલ્લા ભાજપ દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપા વિતરણ કરાયું

મોરબી : આજે તારીખ 1 જુલાઈ ને સોમવારના રોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાનો જન્મદિવસ હોવાથી આજનો કાર્યક્રમ તેમના જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાઘવજીભાઈ ગડારા ખાસ ઉપસ્થિત રહ્યા હોવાનું જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાની યાદીમાં જણાવાયું છે.

આ તકે ભાજપના અગ્રણીઓ, જિલ્લા ભાજપ મહિલા મોરચો, શહેર ભાજપ મહિલા મોરચો સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, બાબુભાઈ પરમાર, નીરજ ભટ્ટ સહિતનાઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments