Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsટંકારના સજ્જનપર ઘુંનડા નજીક ડમ્પર – રીક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું મૃત્યુ

ટંકારના સજ્જનપર ઘુંનડા નજીક ડમ્પર – રીક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું મૃત્યુ


ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર ઘુનડા નજીક બેકાબુ ડમ્પર ચાલકે સીએનજી રીક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ખેતશ્રમિક પરિવારના ચાર વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું અને શ્રમિક મહિલાને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના સજ્જનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીએ રહી ખેતમજૂરી કરતા જયેશ પારસિંગભાઈ ભાભોર અને તેમનો પરિવાર ગત તા.27 જુનના રોજ રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે સજ્જનપર ગામ પાસે આવેલ તબેલા નજીક અજાણ્યા ડમ્પર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં જયેશભાઈના પુત્ર યુવરાજ ઉ.4નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે જયેશભાઈએ અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments