Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓએ યુવાનને ધોકાવ્યો

મોરબીમાં એસીનું પાણી પડવા મામલે પાડોશીઓએ યુવાનને ધોકાવ્યો

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમા એપાર્ટમેન્ટમા રહેતા પાડોશીઓ વચ્ચે એસીનું પાણી પડવા જેવી નજીવી બાબતે ઝઘડો થયા બાદ પાડોશીએ એકસંપ કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગરમા હનુમંત એપાર્ટમેન્ટના બ્લોક નંબર 302મા રહેતા અશ્વિનભાઈ ઓધવજીભાઈ વરમોરાના એસીનું પાણી ધવલ શેરસિયાના ઘરમાં પડતું હોવાથી આરોપીઓ અશ્વિનભાઈના ઘેર આવી ઝઘડો કરી ગયા હતા બાદમાં ગત તા.6ના રોજ આરોપી (૧) ધવલ શેરશીયા (૨) આષીશભાઇ આહિર (૩) કેવલભાઇ ડાભી (૪) ઉદયભાઇ શેરશીયા (૫) જેરામભાઇ ડાભી (૬) પ્રદિપભાઇ આહિર અને (૭) ધ્રુવભાઇ પટેલે શેરીમાં ફરી ઝઘડો કરી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments