Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 23મીએ બહેનો માટે રાત્રી જાગરણ યોજાશે

મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 23મીએ બહેનો માટે રાત્રી જાગરણ યોજાશે

રાત્રી જાગરણમાં દાંડીયા રાસ, રમત – ગમત અને ફરાળી નાસ્તાનું આયોજન

મોરબી : શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા બ્રાહ્મણ સમાજની બહેનો માટે આગામી તારીખ 23-7-2024ને મંગળવારના રોજ પરશુરામ ધામ નવલખી રોડ મોરબી ખાતે જયા પાર્વતી રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે.

બ્રાહ્મણની દીકરીઓએ જયા પાર્વતી જાગરણ નિમિતે અન્ય જગ્યાએ જાગરણ માટે બહાર જવું ન પડે એ હેતુથી રાત્રી જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાગરણ રાત્રીના 10:30 કલાકથી શરૂ થશે. જેમાં દાંડીયા રાસ, રમત – ગમત અને ફરાળી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બ્રાહ્મણ સમાજની દીકરીઓને સહ પરિવાર સાથે આ રાત્રી જાગરણમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments