Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં પોલીસ લાઈનના બાળકો માટે અંગ્રેજી, ગણીત, વિજ્ઞાનના કોચીંગ કલાસ યોજાયા

હળવદમાં પોલીસ લાઈનના બાળકો માટે અંગ્રેજી, ગણીત, વિજ્ઞાનના કોચીંગ કલાસ યોજાયા

મોરબી : મોરબી જીલ્લા પોલીસ દ્વારા હળવદ પોલીસ લાઇન ખાતે વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગ્રેજી, ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.

હળવદ પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોમાં કૌશલ્ય વિકાસ થાય તથા અભ્યાસની પ્રવૃતીઓમાં વધારો થાય તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત અંગેજી,ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 દિવસ સુધી ધો.1 થી 10 સુધીના આશરે 35 જેટલા બાળકોએ કોચીંગ કલાસીસનો લાભ લીધેલ હતો. અને તમામ બાળકોને કોંચીંગ કલાસીસ પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટની ભેટ આપવામાં આવેલ હતી. તેમ હળવદ પીઆઇ આર.ટી. વ્યાસની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments