Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના હેડ કોન્સ્ટેબલ ફરજ ઉપર હાજર ન થતા પીઆઈએ ફરિયાદ નોંધાવી

હળવદના હેડ કોન્સ્ટેબલ ફરજ ઉપર હાજર ન થતા પીઆઈએ ફરિયાદ નોંધાવી

હળવદ : હળવદ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જમાદાર છેલ્લા 15 દિવસથી ફરજ ઉપર હાજર થતા ન હોય ત્રણ વખત નોટિસ આપવા છતાં ફરજ ઉપર હાજર ન થતા હળવદ પીઆઈએ હળવદ પોલીસ મથકમાં જમાદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ પરમાર ગત તા.2 જુલાઈથી આજદિન સુધી પોતાની ફરજ ઉપર હાજર ન થતા પોલીસ મથકના વડા દ્વારા ત્રણ ત્રણ વખત નોટિસ આપવા છતાં ફરજ ઉપર હાજર ન થતા અંતે હળવદ પોલીસ મથકના પીઆઇ રાજેશભાઇ તુલજાશંકરભાઈ વ્યાસે આરોપી હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર વિરુદ્ધ ગુજરાત પોલીસ એકટની કલમ 145(2)(સી)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments