Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedહળવદ મોડેલ સ્કુલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો..

હળવદ મોડેલ સ્કુલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો..

જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મોડેલ સ્કુલ હળવદ ખાતે ધોરણ ૯ અને ૧૦ માં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામા આવેલ.આ સેમિનારમા હળવદ તાલુકાના તમામ ક્લસ્ટરમાથી જ્ઞાન સાધના અને NMMS પરીક્ષામા મેરિટમા આવેલ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ તથા વાલીઓએ બહોળી સંખ્યામા ભાગ લીધેલ.દીપ પ્રગટનથી કાર્યક્રમની શુભ શરુઆત થઈ..તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડાએ સેમીનારનો હેતુ અને સૌને આવકારતું પ્રેરક ઉદબોધન કરેલ.હળવદ તાલુકામા HTAT મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ધનજીભાઈ ચાવડા , રાજેશભાઈ જાકાસણિયા અને ચુનિલાલ મકવાણા એ ખાસ તજજ્ઞ તરીકેની ભૂમિકા અદા કરેલ અને TST ( પ્રખરતા શોધ કસોટી ) , SSE ( માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ) , NTSE ( રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી ) , IIT અને વિવિધ કારકિર્દી અભ્યાસક્રમની PPT મારફત પ્રેઝન્ટેશન કરી સૌન વાકેફ કરેલ..જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી છાસિયા સાહેબે પ્રસંગોચિત્ત પ્રેરણાદાયી વકતવ્ય દ્વારા સૌને માર્ગદર્શન પુરુ પાડી વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્ધારા મળતા શૈક્ષણિક લાભો અંગે માહિતગાર કરેલ..સમગ્ર કાર્યક્રમની ઉત્કૃષ્ટ અને આદર્શ વ્યવસ્થા મોડેલ સ્કુલના આચાર્ય અલતાફભાઈએ પુરી પાડેલ .સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હળવદના અંકિતભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવેલ અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગજેન્દ્રભાઈ મોરડિયાએ કરેલ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments