Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની પાનેલી માધ્યમિક શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબીની પાનેલી માધ્યમિક શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

મોરબીઃ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા પાનેલી માધ્યમિક શાળા ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ ચિત્ર સ્પર્ધામાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે ચિત્ર દોરીને પોતાની કલાનું પ્રદર્શન આપવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમને અંતે આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપરના ડો. દર્શન ખત્રી તેમજ કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પાનેલી માધ્યમિક શાળાના આચાર્ય આશિષભાઈ ચાપાણી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, સી.એચ.ઓ. સોનલબેન શિયાળિયા, એફ.એચ.ડબલ્યુ ભાવનાબેન ચાવડા અને શાળાના શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments