હળવદ માર્કેટીંગ યાર્ડ ખાતે મિટિંગ હોલમાં હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સામાન્ય પ્રજાજનોને સસ્તા દરે લોન મળી રહે અને વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મળે તે માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
હળવદની અલગ અલગ બેંકનાં ૧૧ જેટલી બેંકનાં પ્રતિનિધિ લોનમેળામાં હાજર રહેલ હતાં. જુદી જુદી બેંકો દ્વારા અગાઉ મંજૂર કરેલી લોનના ૨૨ લાખ જેટલી રકમના ચેક આપવામાં આવ્યા હતા અને તમામ લોકોને લોન બાબતે માહિતી આપવામાં આવી હતી લોન મેળામાં ૨૫૦ થી વધુ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા












