ગત તારીખ 24 જુલાઈ 2024 ના રોજ ગઢવી સમાજના યુવાનોને ફસાવવા માટે તથા ખોટા રૂપિયા પડાવવા માટે કાવતરું કરવામાં આવ્યું હતું. જેમાં ગઢવી સમાજ ના યુવાનો પર ખોટી એટ્રોસિટી ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે ગઢવી સમાજના યુવાનોને ન્યાય મળે તે માટે ગઢવી સમાજ રફાળેશ્વર દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદન પાઠવવામાં આવ્યું છે ત્યારે તેમની સાથે રફાળેશ્વર ગામની દલિત સમાજની બહેનો પણ ઉપસ્થિત રહી હતી સાથે સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે આવેદનમાં જણાવ્યું હતું કે,મોરબીના રફાળેશ્વર ગામે ગત 24 તારીખના રોજ રાત્રે બનેલ બનાવવામાં ફરિયાદી બનેલ મીનાબેન ગિરધરભાઈ વાઘેલા તથા તેમનો પુત્ર પારસ ઉર્ફે સુલતાન અને તેમના પિતા ગિરધરભાઈ તથા તેનો નાનો પુત્ર મનોજ ઉર્ફે સોયબ જેવો નો માનસિક ત્રાસ ઘણા સમયથી અન્ય ગ્રામજનોને પણ છે સાથે રફાળેશ્વરના ગ્રામજનોને પણ છે જ તેઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. તેનો પુત્ર પારસ હાલમાં જ પાસામાંથી છૂટીને આવેલ છે આ લોકો દારૂનો વ્યવસાય કરે છે તથા આ લોકો ઉપર પ્રોહીબિશન તથા લૂંટના પણ અનેક ગુનાઓ નોંધાયેલ છે તથા આ લોકો કોઈ પણ અન્ય સમાજના લોકો પાસેથી એટ્રોસિટી એક્ટ નો ગેરલાભ ઉઠાવીને રૂપિયા પડાવવાનો પણ કાળો વ્યવસાય કરે છે. દો રૂપિયા ન આપે તો આ લોકો એવી ક્રિમિનલ માનસિકતા ધરાવે છે કે તેઓ સામેવાળા પર ખોટી એટ્રોસિટી ની કલમ મુજબ ગુનો દાખલ કરી નાખે છે.
અગાઉ પણ રફાળેશ્વર ગામે રહેતા ગઢવી સમાજના અન્ય બે યુવાનો પર આ લોકો એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નામદાર હાઇકોર્ટે આખી ફરિયાદ ક્રોસિંગ કરેલ અને પછી પણ આ પારસ વાઘેલા તથા તેના પરિવારજનોએ ગઢવી સમાજના અન્ય પ્રવીણભા ઉપર પણ ખોટો એટ્રોસિટીના કેસો કરવા પ્રયત્ન કરેલ અને આ લોકોની કનડગત સાંભળવા મળતી હોય છે અને આવા દુષણો આખા ગામને લાંછન લાગે તેવા કૃતિઓ અવારનવાર કરતા રહે છે અને ગામમાં રહેતા લોકોને પજવણી કરે છે.
ગત તારીખ 24 જુલાઈ 2024 નો બનાવ માં ગઢવી સમાજના યુવાનોને ફસાવવા માટે તથા ખોટા રૂપિયા પડાવવા માટે આ લોકોએ કાવતરું કર્યું હતું. ત્યારે ગઢવી સમાજ તેમજ ગામના વતનીઓ સંપૂર્ણપણે ભાઈચારાથી ગામમાં સાથે રહે છે અને આ બનાવવામાં આરોપી તરીકે બતાવવામાં આવેલ સાત લોકોમાં પાંચ લોકો દલિત સમાજના અને બે લોકો ગઢવી સમાજના છે તો દલિત સમાજના લોકો સાથે કોઈ અને કોઈ અન્ય સમાજના વ્યક્તિ દલિત સમાજ પ્રત્યે જાતિ વિશે અડધૂત કરે તો કોઈ પોતાના સમાજ વિશે સાખી ન લે આ બનાવ સંપૂર્ણપણે વિચારેલું અને હેરાન કરી ફસાવા માટેનું કામ છે જેને ગઢવી સમાજના લોકો વખોડી કાઢે છે. ત્યારે ગઢવી સમાજના યુવાનો અને દલિત સમાજના યુવાનોને ન્યાય મળે તે માટે આજરોજ મોરબી જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવા સામાજિક તત્વો દ્વારા અવારનવાર અન્ય લોકોને હેરાન પરેશાન કરી પજવણી કરી, સામેવાળા પર ખોટી એટ્રોસિટી ની કલમો દાખલ કરી દેવામાં આવતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજમાં સમરસતાને ખંડિત કરવાના પ્રયાસો આવા શખ્સો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે આવા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી છે. ત્યારે આજરોજ લેખિતમાં રજૂઆત કરી આવા શખ્સો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે ગઢવી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે.











